અંજારના રતનાલ ગામમાં પ્રૌઢે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
અંજારના રતનાલમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મળતી માહિતી અનુસાર રતનાલ ઓપીની બાજુમાં જ રહેતા 50 વર્ષીય રણછોડભાઇ ભીખાભાઇ માતાએ સવારે નવ વાગ્યાની વેળામાં પોતાના ઘરે જ અગમ્ય કારણોસર રસ્સી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેમને રતનાલ પીએચસીમાં લઇ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા. તેને લઇ આવનાર ત્રીકમભાઇ રાઘાભાઇ આહીરે આપેલી વિગત પોલીસને જણાવાતાં પીએસઆઇ એ.વી.પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.