મોટા લાયજાના ટોપણસર તળાવમાંથી સઘન શોધખોળ બાદ યુવાનની લાશ મળી

મોટા લાયજાના ટોપણસર ગામ તળાવમાં નહાવા પડેલા મૂળ છોટાઉદેપુર જિલ્લાના 44 વર્ષીય યુવાન નાયકા ઘેલાભાઈ ગમીરભાઈની લાશ ત્રીજા દિવસે સઘન શોધખોળ બાદ મળી આવી હતી. નાના લાયજા અને સલાયાના વાઘેર યુવાન તરવૈયાઓએ સઘન શોધખોળ હાથ ધરી હતી. માંડવી પી.આઈ. એ.જે. ચૌહાણની સૂચના અને માર્ગદર્શનથી માંડવી નગરપાલિકા તથા ફાયર બ્રિગેડ ભુજની ટીમે બોટ દ્વારા સઘન શોધખોળ કરતા સાડા દશના અરસામાં હતભાગીની લાશ મળી આવી હતી. અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.