દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને સામખિયાળી પોલીસે ઝડપ્યો

સામખિયાળી પોલીસ મથકમાં દાખલ કરાયેલ દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઈ વાય.કે. ગોહિલ માહિતી આપતા જણાવ્યુ કે, ચૂંટણી અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચનાને આધારે તેમણે મળેલી બાતમીના આધારે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપી જૂની મોટી ચીરઈના મહેશભાઈ ડાહ્યાભાઇ લોંચાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.