ભરૂચમાં કારે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બાળકીનું મોત

ભરૂચ શહેરમાં આવેલી મહાવીર ઝૂપડપટ્ટી મધ્યે રહેતાં ઇમરાન સૈયદની 11 વર્ષીય પુત્રી અક્ષા તથા 8 વર્ષની પુત્રી આફિયાને સવારના સમયે રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ સ્કૂલમાં મોકલવા માટે તેમણે તેમના પાડોશમાં રહેતા મિત્ર રાજુ ચૌહાણનો પુત્ર વિક્રમને તેમની બન્ને પુત્રીઓને મોપેડ પર સ્કૂલે મુકીઆવવા કહેતા વિક્રમ બન્ને બહેનોને શાળાએ મુકવા માટે જતો હતો તે દરમિયાન સિવિલ રોડ પર આવેલી ગીતા પાર્ક સોસાયટી સામેથી પસાર થતાં સમયે એક કાર ચાલકે પુર પાટે ધસી આવી તેમની મોપેડને ઠોકર મારતાં તેઓ નીચે પટકાઈ ગયા હતાં. જેમાં 11 વર્ષીય અક્ષાના માથામાં ગંભીર ઇજાઓ પહોચતા કાર ચાલકે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ડોકટરે તેનું તપાસ કરતાં તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ મધ્યે દોડી આવ્યો હતો. બનાવ અંગે મૃતક બાળકીના પિતા ભરૂચ એ ડીવિઝનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.