દેશી શરાબની ભટ્ટી પકડાઈ પણ બંને શખ્સો ફરાર

 

ભુજ તાલુકામાં 2 જુદા-જુદા સ્થળે પોલીસે પાડેલા દરોડામાં એક સ્થળેથી દેશી શરાબની ભટ્ટી પકડાઈ હતી.તો બીજા સ્થળે એક બાઈકસવાર આરોપીને પોલીસે ઝડપી પાડી તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને કાર્યવાહી પધ્ધર અને ખાવાડ પોલીસે કરી હતી. પધ્ધર પોલીસે મોટા બંદરામાં ખેંગાર સાગર ડેમની બાજુમાં આવેલ જગતસિંહ જાડેજાની વાડીમાંથી દેશી શરાબ ગાળતી ધમધમતી ભટ્ટી પકડી પાડી હતી. દરોડા દરમિયાન પોલીસને 2000 લિટર તૈયાર શરાબ બનાવવા માટેનો આથો અને 12 લિટર તૈયાર શરાબ મળી 4290નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. દરોડાની આ કામગીરી શનિવારે રાત્રના અરસામાં કરવામાં આવી હતી. જોકે પોલીસની આ તપાસ સમયે ભટ્ટીના સંચાલક એવા  ઈસમઓ ગુલાબસિંહ ખેતુભા જાડેજા અને વાડી માલિક જગતસિંહ જાડેજા નાસી ગયા હતા. આ તરફ ભુજના હોડકો પાસે મોટર સાઇકલ પર પસાર થતા નખત્રાણાના ખારડિયા ગામના જુવાનસિંહ સોઢાની શંકાના આધારે પુછતાછ કરતાં તેના કબ્જામાંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 1400ની કીમતની 4 બોટલ મળી આવી હતી. ખાવડા પોલીસે 15 હજારની બાઇક સહિત 16400નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમુક બનાવોમાં શખ્સો રાબેતા મુજબ નાસી ગયા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *