જખૌ પોલીસે રૂ.1.13 લાખના ચોરાઉ મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી.

જખૌ પોલીસ પ્રેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની અંગ જડતી કરતાં મળી સમાન પછી પુછપરછ કરતાં અનેક ચોરીના બનાવો ખુલવા પામ્યા હતા. જખૌ મરીનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એચ.જાડેજા તથા જખૌ મરીન સ્ટાફ દ્રારા જખૌ બંદર વિસ્તારમાં પ્રેટ્રોલિંગમાં હતા તે અંગે ફરતા જખૌ બંદર પાણીના ટાંકા નજીક પહોચતા એક આરોપી પોલીસની કારને જોઈ ભાગવાલાગેલ જેથી સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ બુધિયાભાઈ તથા પો. કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સરવૈયા તેનો પીછો કરી ઝડપી પાડેલ અને તેનું નામઠામ પૂછાતા તે પોતાનું નામ જાવેદ આદમ બારૈયા(ઉ.વ.24) ધંધો, માછીમારી રહે મૂળ સલાયા થરીવાલો બંદર રોડ જી.દેવ ભૂમિ દ્રારકા હોવાનું જણાવેલ તે અંગે ઝડતી તથા તેના હાથમાં રહેલ બેગ તપાસ કરતાં અલગ અલગ કંપનીના મોબાઈલ અને બોટમાં નેવિગેશન માટે ઉપયોગમાં લેવાતા બે જી.પી.એસ.મશીન જોવા મળેલ જે બાબતે પુછપરછ કરતાં આ આરોપીએ કોઈ વ્યવસ્થિત જવાબ ના આપતા તેની આગળની પુછપરછ કરતાં તે કહેલ કે આ બધો માલ જેટી પર આવેલ જુદા-જુદા બોટોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીના કબ્જામાંથી જીપીએસ મેપ, જુદી-જુદી કંપનીના મોબાઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી રૂ.1,13,900નો મુદામાલ જપ્ત કર્યો હતો.