જિયાપર-મંગવાણા માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં બાઈકચાલકને ઇજા

નખત્રાણા તાલુકાના જિયાપર-મંગવાણા માર્ગ પર થયેલા અકસ્માતના બનાવમાં બાઈકસવારને ફેકચર સહિતની ઇજા થતાં સારવાર દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ અજાણ્યા ટ્રેઇટર ચાલકે મોટર સાઇકલ પર જતા મોથાળા ગામના 45 વર્ષિય અબ્દુલ સતાર અબ્દુલ લતીફ ગોરેપોત્રાને હડફેટે લેતા તેમને ફેકચર સહિતની નાની મોટી ઇજાઓ થઈ હતી. પોલીસ અજાણ્યા ટ્રેકટર ચાલકને ઝડપી પાડવા સહિતની તપસના દોરને આગળ વધાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *