મુન્દ્રા તાલુકાના લુણી અને વવાર ગામના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું

IMG-20221123-WA0026.jpg

આરોગ્ય શિક્ષણ – બાળ સલામતી
૦૦૦
મુન્દ્રા તાલુકાના લુણી અને વવાર ગામના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું
૦૦૦
ચાઈલ્ડ એન્ડ એડોલેશન સેફટી વીક અંતર્ગત ગુડ ટચ, બેડ ટચ અંગે માહિતગાર કરાયા

મુન્દ્રા, તા.23: તાજેતરમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રેશ્વર હેઠળના લુણી અને વવાર ગામના બાળકોને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કેન્દ્રના ડો. સેમલ, કિશોર સ્વાસ્થ્ય સલાહકાર મહેન્દ્ર વાઘેલા, આરોગ્ય કાર્યક્રર પ્રિયંકાબેન તથા ભરતભાઈ રમણા દ્વારા જીવન કૌશલ્યો વિકસાવવા, પૌષ્ટિક આહાર લેવા તથા જીવનમાં કસરત અને રમત ગમત દ્વારા તંદુરસ્ત રહેવાની શીખ આપવામાં આવી હતી. આ ઉપરાંત ચાઈલ્ડ એન્ડ એડોલેસન સેફટી વીક અંતર્ગત શારીરિક અને જાતીય હિંસા તેમજ ગુડ ટચ અને બેડ ટચ અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેંદી સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરીને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.