ભચાઉના સુરજબારી બ્રિજ નજીક LPG ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો, ટેન્કરમાંથી ગેસ લીક થતા ભય

copy image
સામખિયાળી-મોરબી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સવારે 11 વાગ્યાના સમયગાળામાં સુરજબારી બ્રિજ પાસે LPG ભરેલા ટેન્કર સાથે કોલસી ભરેલા ટ્રેલરની ટક્કર થયા પછી બંને વાહનો માર્ગ પરથી ઉતરી પલટી જતા અકસ્માત થયો હતો. ટેન્કરમાંથી LPG લીક થતા ભય છવાયો હતો. અકસ્માત પછી સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા બનાવની જાણ તંત્રને કરાઈ હતી. જેથી ભચાઉ અને મોરબી સુધારાઈના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ટેન્કરમાં રહેલા લીકેજને બંધ કરવાની કામગીરી પાર પાડી હતી. સદનસીબે આ બનાવમાં બંને વાહન ચાલકનો બચાવ થયો હતો, તેઓને સામાન્ય ઇજા થઈ હતી. વાહનોમાં નુકશાન પહોચ્યું હતું.