સુરતના ઉધનામાં આઈસરે માતા અને બાળકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, બે બાળકોના મોત,માતા ઇજાગ્રસ્ત

સુરતના ઉધના બસ સ્ટોપ સામે જ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસર ચાલકે પૂરપાટે આઈસર હાંકતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં હેપ્પી શર્મા અને સંમત શર્માનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જ્યારે માતા સારવાર હેઠળ છે.

આઈસર ચાલકે બે બાળકો અને એક મહિલાને ઠોકરે લેતા બંને બાળકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. જયારે મહિલાની હાલત ગંભીર હોતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આ ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયાં હતાં. હાલમાં પોલીસે પણ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી આઈસર ચાલક પલાયન થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોએ 108ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લોકોએ ઉશ્કેરાઈને ત્યાં રહેલા આઈસરમાં તોડફોડ પણ કરી હતી પોલીસે આઈસર કબજે કરી તપાસ શરુ કરી છે.