લખપતના સાયણમા સુઝલોન કંપનીમાં4.50 લાખના ઓઇલની ચોરી કરનારા 4 શખ્સ જબ્બે

copy image

લખપત તાલુકાના નાની સાયણ અને મોટી સાયણ સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીના પવનચક્કીના ટ્રાન્સફોર્મર ટેન્કના વાલ્વને બોલ્ટ વડે ખોલીને તેમાંથી 11,000 લીટર પાવર ઓઇલની ચોરી થઈ હોવાની ફરિયાદ નારાયણ સરોવર પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવી હતી.જે ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસની જુદી જુદી ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ દિપસિંહ સોઢાને બાતમી મળી કે,બરંદાના નરેન્દ્ર ઉર્ફે માવજી વાંછીયાએ આ ચોરીને અંજામ આપ્યો છે.

જેથી તેને પકડી પૂછપરછ કરતા ગુનો કબૂલ્યું હતું .તપાસ કરતા આ ગુનામાં અન્ય આરોપીઓ જીગ્નેશ ઉર્ફે જીગો હરેશભાઈ જોશી,મામદ ઉર્ફે અધાભા ઇસ્માઈલ સમેજા અને મુબારક ઉર્ફે મૂબો મામદ સમેજાની સંડોવણી ખુલતા ચારે આરોપીઓની અટકાયત કરાઇ હતી. તેઓ પાસેથી 40 લીટર ઓઇલ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 1 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.