ભુજમાં અકસ્માત વળતરના 1.50 લાખ ભરવાનું કહેતા ફુવા સસરાએ ઉશ્કેરાઈને જમાઈને પેટમાં છરી ઝીંકી દેતા ફરિયાદ નોંધાઈ

crime

copy image

ભુજમાં અકસ્માત વળતરના 1.50 લાખ ભરવાનું કહેતા ફુવા સસરાએ ઉસ્કરાઇ જઈને જમાઈને પેટના ભાગમાં છરી ઝીંકી હતી.દાદુપીર રોડ પર રહેતા અસલમ સુમારભાઈ ચંગલે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવતાં જણાવ્યું કે, ભુજ કોર્ટમાં અકસ્માત કેસની તારીખ હતી જે તારીખમાં ફરિયાદી ગયા ત્યારે જજે જણાવ્યું કે,તમારી સામે આરોપનામું સાબિત થયું છે.જેથી 1.50 લાખ ભરવા પડશે જો રૂપિયા નહીં ભરો તો દોઢ વર્ષની સજા થશે. ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા માટે સમયની માંગણી કરી હતી.

જે સમયે અકસ્માત સર્જાયો તે ગાડી ગાંધીધામમાં રહેતા તેના ફુવા સસરા આમદ અયુબ કેવરની હતી અને ફરિયાદી ત્યારે ડ્રાઇવર તરીકે હતો. જેથી ફરિયાદીએ તેના ફુવા સસરાને મળવા માટે ભુજ બોલાવી આ ગાડી તમારી હતી અને હું વચ્ચે પડ્યો હતો ત્યારે તમે કોર્ટમાં દંડ ભરી દો, જેથી મને સજા થાય નહિ તેવું કહ્યું હતું. આ સાંભળીને ફુવા સસરા ઉશ્કેરાઈ જઈ રેલ્વે સ્ટેશન પાસે કોકાકોલાની ફેક્ટરી આગળ ગાડી ઊભી રાખીને ફરિયાદીને પેટના ભાગમાં છરીના ઘા ઝીકયા અને કહ્યું કે, આ તો સામાન્ય છરી મારી છે હવે પછી આ અંગે વાત કરીશ તો જીવતો મૂકીશ નહિ. તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે પણ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.