રાપરના પલાંસવામાં ટ્રેક્ટર ચલાવી રહેલા પ્રૌઢ ટ્રેક્ટરના હળ અને પેટી વચ્ચે દબાતાં મોત નીપજયું

રાપર તાલુકાના પલાંસવાની વાડીમાં ટ્રેક્ટર ચલાવતા પ્રૌઢ ખેડૂતનું ટ્રેક્ટરના હળ અને પેટી વચ્ચે દબાતા મોત નીપજયું હતું. 50 વર્ષીય સામતભાઇ બાબુભાઇ પરમાર પલાંસવા હોસ્પિટલ સામે આવેલી વાડીમાં બપોરે ટ્રેક્ટર ચલાવતા હતા તે સમય દરમિયાન તેઓ ટ્રેક્ટરનું હળ ચેક કરવા ગયા ત્યારે જ હળ ઉંચું થઇ જતાં તેઓ હળ અને પેટી વચ્ચે દબાઇ ગયા જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નિપજ્યું હોવાનું તેમને લઇ આવનાર ડાહ્યાભાઇ બાબુભાઇ પરમારે પલાંસવા સીએચસીના તબીબને વિગત આપી હતી. તબીબે આડેસર પોલીસને આ અંગે જાણ કરી હતી. પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.