ભાવનગમાં નવા બંદર રોડ પર ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક, કચરાના જથ્થામાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી, સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

copy image

ભાવનગરના શહેરના ગોકુળનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં પડેલ પ્લાસ્ટિક, કચરાના જથ્થામાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. 10થી વધુ ગાડીઓ પાણીનો મારો ચલાવ્યો હતો છતાં પણ કલાકોની જહેમત પછી પણ આગ શરૂ હતી, આગના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.

મળતી માહિતી અનુસાર શહેર ગોકુળનગર વિસ્તારમાં આવેલ નવા બંદર રોડ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક, વેસ્ટજ કચરોમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ ફાયરને કરવામાં આવતા ફાયર બ્રિગેડ કાફલો નવા બંદર દોડી ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે આગ બુજવવા ફાયરની 10થી વધુ ગાડીઓ પાણી નો છટકાવ કરવામાં આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.