સામખિયાળી પાસે અકસ્માતે ગંભીર રીતે ધવાયેલા યુવકનું મૃત્યુ

સામખિયાળી પાસે નેશલન હાઇવે પર અકસ્માતે ગંભીર રીતે ધવાયેલા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતની પ્રાપ્ત થતી વિગતો અનુસાર સામખિયાળી નેશલન હાઇવે પર ઈટી કંપની પાસે બાઇક લઈ જતાં માનસિંગ સુરજીતસિંગ શીખ(રહે.સરહાલી પંજાબ)પોતાની બાઇક લઈ જતાં હતા.   ત્યારે  સર્વિસ રોડ પર એકાએક બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી જેને પ્રાથમિક સારવાર માટે ભચાઉ ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ભુજ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશને અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *