કેરામાં જુગારધામ રમતાં સાત ઈસમો પોલીસની નજરે ચડ્યા

ભુજ તાલુકાના કેરા ગામે જુગારનો ખેલ ખેલતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ બાબતે માનકુવા પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બાતમીના આધારે પોલીસે કેરાના જુની પોસ્ટ ઓફિસની બાજુમાં રેડ પાડીને રણજીત સામજી મહેશ્વવરી, કાનજી ખિમજી મહેશ્વવરી, વિપુલ મોતીગર ગોસ્વામી, હરેશ શીવજી મહેશ્વવરી, મનિષ શંકરલાલ ચૌહાણ, હીરજી મનજી આયડી અને શૈલેશ શીવજી મહેશ્વવરીને જુગાર રમતાં પકડી પાડ્યા હતા. શખ્સો પાસેથી રોકડ રૂ. 4,280 તેમજ પટમાંથી રોકડ રૂ. 570 મળીને કુલ રૂ.4,850ના મુદામાલ સાથે ઝડપીને જુગાર હેઠળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *