માધાપરમાં ડેરીમાં ઘૂસી ઇસમે ફર્નિચર સહિતની વસ્તુઓને તોડફોટ કરીને આતંક મચાવ્યો

ભુજ માધાપર હાઇવે વિસ્તારમાં આવેલ ડેરીમાં એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ધૂસી ત્યાંની મિલકતમાં નુકસાન પહોચાયું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તથા ઇસમને શોધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી માહિતી મુજબ ભાવેશ ડાંગર નામના ઇસમે ડેરીના સિક્યિરિટી ગાર્ડને છરી બતાવી અપશબ્દો બોલી ફર્નિચર સહિતની વસ્તુઓને તોડફોડ કરીને નુકશાની કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશને આ ઘટનામાં ફરિયાદ નોંધવાઇ છે. રવિવારે બપોરના અરસામાં ઘટના બનવા પામી હતી. આતંક મચાવનાર ઈસમ નાસી ગયો હતો.