ભારવાડા પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો : 2 પોલીસમેન ઘાયલ

ભારવાડ પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા બે પોલીસમેન ઘાયલ થયા હતા. ટ્રેક્ટર ચાલકે ઓચિંતો ટ્રેકટરને વિંઝરાણા તરફ વાળતા અકસ્માત સર્જાયો હતો. બગવદર પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા બળદેવ વજુભાઈ વાળા અને વિજયસિંહ ભોજાભાઈ છેલાવડા આ બંને ભારવાડા ગામના બસ સ્ટેશન નજીક બાઈકમાં પ્રેટ્રોલીંગમાં હતા તે સમયે એક ટ્રક ચાલકે ઓચીંતો વિંઝરાણા ગામ તરફ જતાં રસ્તે ટ્રેકટર વાળી ડેટા તેના આગલા વ્હીલ સાથે પોલીસ કર્મચારીઓનું બાઇક અથડાતા બંને નીચે પાડી ગયા હતા. અને તેઓને ઇજા પહોચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *