મોરબી રાજપર પાસે અકસ્માતમાં ત્રણ યુવાનોના કરૂણ મૃત્યું

મોરબીના રાજપર પાસે સાંજના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના કબીર ટેકરી પાસે રહેતા રાહુલપ્રસાદ, ધર્મેન્દ્રકુમાર અને વિરપર ગામના ધર્મેન્દ્ર કનોઝિયાએ ત્રણ યુવાનો મિસ્ત્રીકામ કરતા હોય અને ચાંચાપર ગામેથી બાઈકમાં પાછા આવી રહ્યા હતા. આ સમય કાર નંબર જીજે-36-બી-3129 સાથે બાઇક અથડાયું હતું. જે અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવાનના મૃત્યુ થયા હતા. જે ત્રણ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે ત્રણ યુવાનના મૃત્યુને પગલે સરકારી હોસ્પિટલે હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *