ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. જોશી ડી-સ્ટાફ કૃષ્ણસિંહ, રાકેશકુમાર, હરપાલસિંહ, ધરમવીરસિંહ, પ્રવીણસિંહ અને કિર્તીસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગરના આરોગ્યનગર પાછળ ભાતવાસમાં પોલીસે કોર્ડન કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા  ફરતા અને પૂર્વે અમદાવાદ શહેરના કોટડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી 22 વર્ષીય જશવંત ઉર્ફે જયેશ ધીરુભાઈ બારોટને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કર્યા પછી ગાંભોઈ પોલીસને સોંપાયો હતો.