સુરતમાંથી ત્રણ વર્ષ પૂર્વે ચોરી થયેલા એક્ટિવા સાથે તસ્કરને LCBએ નડિયાદથીપકડી પાડ્યો

copy image

સુરત શહેરમાંથી ત્રણ વર્ષ પૂર્વે ચોરી થયેલી એક્ટિવા સાથે ચોરને ખેડા એલસીબીની ટીમે નડિયાદથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા વાહન તસ્કર વસંતભાઇ દિપસિહ ફુદાભાઇ રાઠોડ (રહે.સુરત) પાસેથી ચોરીનું એક એક્ટિવા મળી આવ્યું હતું. આ વાહન 3 વર્ષ પૂર્વે

 સુરત શહેર કાપોદ્રા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું.
​​​​​​​ ​​​​​​​પોલીસે આ એક્ટિવા જપ્ત કર્યું છે. અને આ ઇસમને વિશ્વાસમા લઇ પુછ પરછ કરતા તેણે પોલીસથી બચવા માટે ખોટું બોલતા જણાવ્યું હતું કે, આ એક્ટિવા રવિરાજ પરમાર રહે.અશોક વાટીકા,એપાર્ટમેન્ટ હીમતનગર સોસાયટી, હીરાબાગ, કાપોદ્રા, સુરત તેના પાડોશીનું હોય અને મિત્રતામા ફેરવવા આપેલ હોવાનું કહ્યું હતું. પોલીસે એક્ટિવાના આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબરથી માલીકીના નામ-સરનામાની ખરાઇ અંગે ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ દ્વારા સર્ચ કરવામાં આવતા એક્ટિવાના માલીક હંશાબેન નાનજીભાઇ પાલડીયા રહે.ઘર નંબર-102, અશોક વાટીકા, એપાર્ટમેન્ટ શેરી નંબર-12, હીમતનગર સોસાયટી, હીરાબાગ, કાપોદ્રા, સુરત શહેરનાઓ હોવાનુ જાણવા મળ્યું હતું. ઉપરાંત આ એક્ટિવા ચોરી થયેલ છે અને સુરત શહેરના કાપોદ્રા પોલીસ ફરિયાદ પણ થઈ છે. પોલીસે વાહન ચોર વસંતભાઇ દિપસિહ ફુદાભાઇ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.