કેરાની મસ્જિદમાં સોશિયલ મીડિયાના ગ્રૂપ બાબતે ઉશ્કેરાઈને ધોકા વડે મારમાર્યો

ભુજ તાલુકાના કેરા ગામે સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવવા બાબતે મામલો બિચક્તા ઘોકા વડે મારમારીનો બનાવ બનવા પામ્યો છે. પોલીસ તરફથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેરા ગામે આવેલ ખોજા મસ્જિદમાં ફૈઝલ અબ્બાસ સોનઅલી ખોજાએ સમાજનું ગૃપ બનાવ્યું હતું. જેમાં નાત બહારના વ્યક્તિઓને એડ કરતાં મામલો ગરમાયો હતો. જેમાં રજબ અલી ગુલામ હુસેન ખોજા,રૈયાઝ રજબઅલી ખોજા અને કૌસર રજબઅલી ખોજાએ ગુસ્સામાં આવીને ઘોકા વડે મારમારીને ઇજાઓ પહોચાડી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.