ભચાઉ પાસે આવેલી નર્મદા કેનાલમાં ફરી ત્રણ માનવ જિંદગી હોમાઈ

<strong>ભચાઉ પાસે આવેલી નર્મદા કેનાલમાં ફરી ત્રણ માનવ જિંદગી હોમાઈ</strong>

ભચાઉ પાસેની નર્મદા કેનાલમાં 3 પરપ્રાંતીય કિશોર પાણીના પ્રવાહમાં તણાયા જ્યારે એકનો ચમત્કારિક બચાવ થયો. ઘટનાથી સ્થાનિક લોકો સાથે ભચાઉ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયેલા કિશોરોને શોધવાના પ્રયત્નો હાથ ધરાયા હતા પરંતુ રાત્રીના અંધકારને લઈ શોધ પ્રક્રિયામાં હાલાકી ઉદભવી હોવાનું ભચાઉ પોલીસ મથકના પીએસ ઓ બીબી જાડેજાએ જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર બપોરના સમયગાળામાં નગરમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારના ચાર કિશોર નવાગામ  નવી ભાચાઉ તરફની કેનાલ વચ્ચેના વિસ્તારમાં ફરવા માટે ગયા હતા અને કેનાલના પાણીમાં નાહવા પડતા તણાયા હતા. જેમાં એક કિશોર બહાર રહી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જેણે નજીકના વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઘટનાનીની જાણ કરી હતી. ઘટનાને પગલે ભચાઉ ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ બચાવ કાર્યમાં જોડાઈ ગયા.