નખત્રાણાના રવાપર ગામમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન દોર ટૂંકાવી
નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં રહેતી સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું.રવાપર નવાવાસ ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા રમીલા ભવાનભાઈ કોલીએ પોતાના ઘરે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. તેના પિતાએ પોલીસમાં જણાવ્યું કે,રાત્રે દીકરી રૂમમાં સુવા ગઈ અને પરિવાર બહાર સૂતો હતો. તો સવારે 6 વાગે ઉઠીને જોતા ઘરમાં છતમાં લગાવેલી લોખંડની એન્ગલમાં દિકરીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ નજરે પડી હતી.