ગાંધીધામના રાજવી ફાટક પાસે મીઠાના ધંધાર્થીની કારમાં ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો:સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહિ

ગાંધીધામ રાજવી ફાટક પાસેથી પસાર થતા મીઠાના ધંધાર્થીની કારમાં ટ્રક ચાલકે અથડાવી ડેટા અકસ્માત સર્જયો હતો જો કે સદ્દભાગ્યે કોઇ ઇજા થઈ ન હતી. કારમાં નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ વેપારીએ એ-ડિવિ. પોલીસ મથકમાં દાખલ કરાવી છે.

ભચાઉના મોટી ચીરઇ નંદગામ મધ્યે રહેતા મીઠાના 47 વર્ષીય ધંધાર્થી રમેશભાઇ અલાભાઇ કટારિયા તેમના બે ભાઇ રામજી બાબુ કટારીયા તથા કિરણ ઘેલા કટારિયા સાથે આદિપુરના ડીસી-5 થી પોતાની કારમાં હોલી ડે વિલેજ મધ્યે લગ્નપ્રસંગમાં હાજરી આપવા બપોરે સાડા ત્રણ વાગ્યે જતા હતા ત્યારે રાજવી ફાટક નજીક પહોંચ્યા ત્યારે પૂરપાટે જઇ રહેલા ટ્રક ચાલકે તેમની કારને ઠોકર મારી હતી. કાર તેમણે માંડ માંડ કાબુમાં કરતા, કોઇને ઇજા પણ થઈ ન હતી પણ કારમાં નુકશાન થયું હોવાનું જણાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે તેમજ્ણે એ-ડિવિ. પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.