પડાણા પાસેની દુકાનમાંથી એસઓજિની ટીમે 98 હજારના ગાંજા સાથે 1ને ઝડપ્યો

copy image
એસઓજીની ટીમે પડાણા નજીક આવેલા આર્કેડની દુકાનમાં પૂર્વ બાતમીના આધારે રેડ પાડી રૂ.98 હજારની કિંમતના 9.880 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પૂર્વ કચેરી સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઇ એસ.એન.ગડ્ડુએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસપી મહેન્દ્ર બગડીયાની સૂચના અનુસાર માદક પદાર્થના કેસ શોધી કાઢવા ટીમ પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પડાણા ઓવરબ્રીજથી નીચે ઉતરતાં ખાલી સાઇડમાં આવેલા ઓમ આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાન નંબર જી-16 માં જીતેન્દ્ર વિજયપાલ શર્મા પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખીને વેંચાણ કરે છે.
આ બાતમીના આધારે તેની દુકાનમાં રેડ પાડી રૂ.98,800 ની કિંમતના 9.880 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ગળપાદર રહેતા જીતેન્દ્ર વિજયપાલ શર્માની ધરપકડ કરી મોબાઇલ સહિત કુલ રૂ.1,01,800 નો મુદ્દામાલ કબ્જે કરી તેના સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ સોંપાઈ હતી. આ કામગીરીમાં પીઆઇ ગડ્ડુ સાથે એસઓજીની ટીમ જોડાઇ હતી.