ગાંધીનગરના ધણપનાં ચૈતન્ય ધામના પાર્કિંગમાં કાર મૂકીને દંપતી સમૂહલગ્નમાં ગયું તોતસ્કરો કારનો કાચ તોડી 3 લાખની મત્તા ચોરી છૂમંતર

copy image
ગાંધીનગરનાં ધણપનાં ચૈતન્ય ધામનાં પાર્કિંગમાં ટોયોટા ફોરચ્યુનર કાર મૂકીને અંકલેશ્વરનું દંપતી સમૂહ લગ્નમાં ગયું એ દરમિયાન ચોરે ફોર્ચ્યૂનર કારનો પાછળનો કાચ કાપી બે બેગમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળીને રૂ. 3 લાખની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર સરદાર પાર્ક સોસાયટી મધ્યે રહેતા પિયુષ હસમુખલાલ મહેતા અને તેમના પત્ની આશાબેન તેમની ભાણી જાન્વી અવનીશભાઇ શાહનાં (રહે. પ્રાતિંજ) લગ્ન હોવાથી મામેરું ભરવા હિમતનગર અમદાવાદ હાઇવે ચંદ્રાલા ગામ નજીક આવેલ પાલવ હોટલમાં ફોરચ્યુનર ગાડી લઈને આવ્યા હતા.
પછી મામેરાનો પ્રસંગ પુરો કરીને રાત્રે સાડા નવ દશ વાગે દંપતી ધણપ ગામમાં હાઇવે રોડ ઉપર આવેલ રોયલ ફોર્ટ હોટલમા રોકાયા અને ગઈકાલે સવારે સમાજના સમૂહ લગ્ન હોવાથી ધણપ ચૈતન્ય ધામ મધ્યે ગયા અને ચૈતન્ય ધામના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી. બપોરના સમયે લગ્ન પૂર્ણ થતાં પિયુષભાઈ ગાડી પાસે આવ્યા ત્યારે ડ્રાઇવર સાઇડની પાછળનો કાચ કાપેલ જોઈ ચોંકી ગયા હતા.
આથી ગાડીમાં ચેક કરતાં છેલ્લી શીટમાં કપડા ભરવાની બે ટ્રોલી બે ગાયબ હતી. તેમજ તેમની પત્નીનું પર્સ પણ ન હતું. જેથી બધાએ ભેગા મળીને આસપાસ તપાસ કરી પરંતુ બેગો નહિ. જેમાં તેમની પત્નીનું સોનાનું 4 તોલાનું મંગળસુત્ર, એક તોલાની સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી, 60 હજાર રોકડા મળીને ત્રણ લાખની મત્તા હતી. આ અંગે ચીલોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.