વાંકાનેરના પીપળીયા પાસે રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: બાઈક સવાર આધેડનું મોત

copy image

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ જવાના રસ્તા નજીક રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં બાઈક સવાર 47 વર્ષના આધેડનું મૃત્યુ નીપજયું હતુ.

વાંકાનેરના પીપળીયા રાજ ગામના રહેવાસી હુશેન વલીમાંમદ કડીવાર પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના ભાઈ અયુબ કડીવાર (ઉ.વ.૪૭) પોતાનું બાઈક લઈને તીથવા બોર્ડથી પીપળીયા તરફના રસ્તે આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર GJ 36 AF 2824 ના ચાલકે બેદરકારીથી ટ્રેક્ટર રીવર્સ ચલાવી બાઈકને અડફેટે લીધું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર અયુબ કડીવાર બાઈક પરથી પડી જતા ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જ્યારે અકસ્માત પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ટ્રેક્ટરના ચાલક તીથવાના રહેવાસી મુસ્તુફા હાજી વકાલીયા સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાના  તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.