અબડાસા તાલુકાનાં પૈયા ગામના યુવકે વ્યાજના રૂપિયા ન ચૂકવતાં જાનથી મારી નાખવાની ધમકી

અબડાસા તાલુકાનાં પૈયા ગામમાં યુવાનને વ્યાજના રૂપિયા ન ચૂકવતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ત્રણ આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર કોઠારા પોલીસ સ્ટેશને લાધુભા કેશરસિંહ સોઢા(ઉ.વ.47) (રહે.પૈયા.તા.અબડાસા)એ હરીસિંહ કલ્યાણસિંહ સોઢા(રહે.કોઠારા,તા.અબડાસા), કેશુભા રાણુભા જાડેજા(રહે.સાંધવ,તા અબડાસા), યુવરાજસિંહ વેલુભા જાડેજા(રહે.સાંયરા,તા.અબડાસા),વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદીએ જુદા-જુદા સમયમાં 10 લાખ રૂપિયા આપી તેના સાત ટકા લેખે વ્યાજ ઉઘરાવી છેલ્લા એક માસથી વેપાર ધંધામાં તેમજ તેનું વ્યાજ તૂટી જતાં વ્યાજના રૂપિયા ન ચૂકવતાં શ્ખ્સોએ અવારનવાર ફરિયાદીના ઘરે જઈ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોરા ચેક બાઉન્સ કરાવવાની પણ ઘમકી આપી હોવાનું આ ફરિયાદમાં જણાવ્યું છે. કોઠારા પોલીસે ત્રણેય શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *