આદિપુરના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 90 હજારની ચોરી

આદિપુરના બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 90 હજારની મતાની ચોરી થઈ હોવાની આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાઇ છે. આ બાબતે મળતી માહિતી મુજબ આદિપુર પોલીસ સ્ટેશને કિર્તિસિંહ પ્રધાનસિંહ ઠાકોર(રહે.વોર્ડ નં. 2/બી હોસ્પિટલ સામે)એ ફરિયાદ નોંધી છે કે, પોતાના રહેણાંક ઘરના તાળાં તોડી અંદર પ્રવેશ કરી સોનાના દાગીના અને ચાંદીના સિક્કા, એક લેપટોપ મળી કુલ 90 હજારની મતાની ચોરી કરી ગયા છે. આદિપુર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.