ભુજ માધાપર હાઇવે પર ભંગારના વાળામાં લાગી આગ.
ભુજ માધાપર હાઇવે ઉપર આવેલ એક ભંગારના વાડામાં કોઈક કારણોસર આગ લાગવા થી દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના ની જાણ ભુજ સુધરાઇના ફાયર ફાઇટર ટીમને કરાતા ફાયર બ્રિગેટ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આવતા. આગ પર કાબુ મેળવી લેવાયો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.