મોટા કપાયા નજીક બાવળોની ઝાડીઓ માથી શરાબ સાથે એક આરોપીની ધડપકડ

મુંદરાના મોટા કપાયા પાસે બાવળની ઝાડીમાંથી પોલીસે રૂ. 4000ના શરાબ સાથે એક આરોપીની અટક કરી હતી. મોટા કપાયા ન્યૂપોર્ટ જતા માર્ગ પર આવેલી સતલુજ હોટલની પાછળ બાવળની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. અહી શરાબ રાખી વેચાણ કરતા રૂપેન્દરસિંગ ગુરવિન્દરસિંગ શીખની પોલીસે અટક કરી હતી તેના કબ્જામાંથી 180 એમ.એલ.ના 48 ક્વાટરિયા કિંમત રૂ.4000 નો દારૂ જપ્ત કર્યો હતો. આ આરોપી ક્યાંથી શરાબ લાવ્યો હતો અને કોને-કોને શરબનું વેચાણ કરતો હતો તેની આગળની તજવીજ પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *