અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રીને સાસરિયાં દ્રારા જાનથી મારી નાખવાની ધમકી આપી

અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રી પોતાની પત્નીથી કંટાળી જતાં સાસરિયાઓને આ બાબતે ફરિયાદ કરતાં સાસરિયાઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રી એવા વિનોદકુમાર ગંગારામ મકવાણાના લગ્ન મનફરાના સરપંચના દીકરી સાથે થયા હતા. પાંચ-છ માસ અગાઉ સમાજના રીત-રિવાજ અનુસાર લગ્ન બાદ ધારાશાસ્ત્રી પોતાની પત્નીને ઘરે લાવ્યા આવ્યા હતા. પરંતુ આ યુવતી અંધશ્રદ્રા અને તાંત્રિકોમાં માનતી હોઈ ભૂતપ્રેતની વાતો કરી મારી અંદર બીજી સ્ત્રી પ્રવેશ કરેછે તેમ કહી આ વકીલને હેરાન પરેશાન કરતી હતી. તે દરમિયાન આ વકીલ પોતાની પત્નીને આવા ત્રાસથી કંટાળી તેના પીયર મૂકી આવ્યા હતા. ગત બપોરે આ વકીલના સાસરિયા એવ કાનજી ભૂરા ઉસેટિયા,માદેવા ઉસેટિયા, પ્રભુ કાનજી ઉસેટિયા તથા ખોડા કાના ઉસેટિયા તેના મકાને અંજાર આવ્યા હતા. ફરિયાદી એવા વકીલ તથા તેના પરિવારના સભ્યોને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતા. આ ઘટના બાબતે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.