આદિપુરના વિનય ટોકીઝમાંથી 8 હજારની ચોરી: ઘટના સીસીટીવીમાં કેદ

copy image

આદિપુરના વિનય ટોકીઝમાં ગત રોજ મોડી રાત્રે પ્રવેશેલા ચોરે કેશ કાઉન્ટરોમાં પડેલી રોકડ તથા મોબાઈલ સહિત કુલ 8 હજારના મુદામાલની ચોરી કરી હતી, તો સાથે ટોકિઝના ફર્નિચરને પણ નુકશાન કર્યું હતુ. આ બનાવ સીસીટીવીમાં કેદ થયું હતું. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આદિપુરમાં આવેલી વિનય સિનિપ્લેક્ષમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા રોહીત પ્રિતમાનીએ અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે 29/11ના મોડી રાત્રીના 3 થી સવારના 7 વાગ્યા વચ્ચેના સમયગાળામાં સિનેપ્લેક્ષના પાછળની દિવાલને કુદીને એક ચોર શખ્સ પ્રવેશે છે, જેણે સિનેપ્લેક્ષના કેસ કાઉન્ટ, કાફે કાઉન્ટર, શેઠની ઓફિસરનું કાઉન્ટર તોડીને ત્રણેયમાં પડી રહેલી એક એક હજાર આમ કુલ ત્રણ હજાર રોકડ તથા એક મોબાઈલ મળીને 8 હજારની ચોરીને અંજામ આપ્યું છે. બીજી બાજુ ટોકીઝની ઓફિસના બે કાચના દરવાજાને પણ તોડી ત્રણ હજારનું નુકશાન કર્યું હતું.આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં તસ્કર આખી ચોરીના બનાવમાં મોઢે કપડુ બાંધેલુ રાખેલો જોવા મળે છે.