ભુજના સુમારા ડેલી ત્રણ રસ્તા નજીક આંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો 

ભુજના સુમરા ડેલી ત્રણ રસ્તા નજીક્થી આંકડાનો જુગાર રમી રમાડતો શખ્સ ઝડપાયો. ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુમરા ડેલી ત્રણ રસ્તા પાસે શ્રી દેવી બજારના  વરલી મટકાનો જુગાર રમી રમાડતો આરોપી અસલમ મેમણ ને રોકડા 430 પેન ડાયરી સાથે ઝડપીને જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.