ભુજમાં 82 વર્ષીય વૃધ્ધાના ગળામાથી સોનાના ચેનની લૂંટ આચારનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજના ભાનુશાળી નગર પાસે આવેલા રઘુવંશી નગરના જલારામ ચોકમાં રહેતા ૮૨ વર્ષીય વૃદ્ધ માજીને માર મારીને બે તોલાની સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હતી. જે મામલે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૮૨ વર્ષીય શાંતાબેન ભોગીલાલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.૨૮નાં રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં તેમના

પરિવારજનો દેવ-દર્શન કરવા માટે બહાર ગયા હતા, ત્યારે વૃદ્ધા પોતાના ઘરે એકલા હતા. આ દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે ઘરમાં પ્રવેશ કરીને શાંતાબેને ગળામાં પહેરેલી બે તોલાની રુદ્રાક્ષની સોનાની ચેન (કિં.રૂ.૬૦ હજાર) લૂંટી લીધી હતી. જોકે, આ દરમ્યાન વૃદ્ધાએ પ્રતિકાર કરતાં તેમને માર મારીને ચેન લઇને લૂટારાઓ નાસી છુટ્યા હતા. જોકે, પ્રતિકાર કરતી વેળાએ ચેનનો એક ટુકડો માજીના હાથમાં રહી ગયો હતો.

આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.સી.વાઘેલાએ જણાવ્યું હતું કે, માજીએ કરેલા વર્ણ

મુજબ કાળો કોટ પહેરેલો એક શખસ ઘરમાં આવ્યો હતો અને માજીના ગળામાં પહેરેલી ચેન લૂંટીને નાસી ગયો હતો. જેનો માજીએ પ્રતિકાર કરતાં આરોપીએ માજીને માર માર્યો હતો. આ મામલે આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભુજમાં ચોર તત્વો બેફામ બન્યા છે તાજેતરમાં જ પોલીસ હેડક્વાર્ટરમાંથી ૯ તોલાના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જેની તપાસ હજુ ચાલી રહી ભુજમાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠી છે