અંકલેશ્વરમાં પાનોલી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી

copy image
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પાનોલી નોટીફાઇડના ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDCમાં આવેલી પ્રીમિયર મીનરલ્સ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં બુધવારના બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી ઉઠતાં કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાટ હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા માલ્ટા હતાં. આગ અંગેની જાણ કંપની દ્વારા પાનોલી જીઆઇડીસીમાં આવેલા પાનોલી નોટિફાઈડ ઓથોરિટીને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરોની 2 ટીમ મોકલી તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
ફાયર ફાઈટરોએ ભારે જહેમત પછી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી છે એ જાની શકાયું નથી. આગમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી છે.