ગાંધીધામના કિડાણામાં અસ્થિર મગજનાં પુત્રએ માતાને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા અરેરાટી

copy image

ગાંધીધામ તાલુકાના કિડાણા સોસાયટીમાં અસ્થિર મગજના પુત્રએ પોતાની સગી માતાને કુહાડીના ઘા ઝીંકી મોતની ઘાટ ઉતારી હતી. આ બાનવથી ગામમાં અરેરાટી છવાઈ ગઈ હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકમાં ભારતનગરની ગીતાગ્રામ સોસાયટીમાં રહેતા સાલે હારૂન ગાધે તેમના ભાઈ હાજી હારૂન ગાધ સામે ફરીયાદ દાખલ કરાવી હતી. પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફરીયાદીની માતા હાજરા હારૂન ગાધ કિડાણાનાં એકતાનગર સોસાયટીમાં મકાન નં. 5માં તેમનાં ભાઈ હાજી હારૂન ગાધ જે મંદબુદ્ધિનો હોવાટી તેની સાથે રહેતા હતા. તેમની માતાએ તેને દવાની ગોળીઓ લીધી ન હોવાથી એ અંગે ઠપકો આપતા તે આવેશમાં આવી ગયો અને  ઘરમાં રાખવામાં આવેલ લોખંડની કુહાડીથી હુમલો કરી તેની માતાને કપાળમાં આંખ ઉપર તથા ડાબા હાથની કોણીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો.