મીઠીરોહરના ગોદામમાંથી તસ્કરોએ2.27 લાખની ખાંડની 150 બોરીની કરી ચોરી
copy image
મીઠીરોહરમાં આવેલા એક ગોદામના શટર ઊંચા કરી ચોરે તેમાંથી રૂા. 1,27,500ની ખાંડની 150 બોરીની તસ્કરી આચરી હતી. મીઠીરોહર જી.આઇ.ડી.સી.ના પ્લોટ નંબર 309, 310, 321 અને 356માં એચ.આર.એમ.એમ. એગ્રો ઓવરસીસ પ્રા. લિમિટેડ નામની કંપની આવેલ છે. આ કંપની ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોખા, ખાંડ, મેંદો મંગાવી તેને વિદેશમાં મોકલાવે છે. કંડલા બંદર મધ્યે લાગનાર જહાજ માટે આ ગોદામમાં 25 કિલોની ખાંડની બોરી તૈયાર કરાઈ હતી. આ ગોદામમાં તપાસ કરવામાં આવતા 3186માંથી 150 બોરી ઓછી જણાઇ આવી હતી. કોઇ ઇસમોએ ગોદામનું શટર ઊંચું કરી તેમાંથી રૂા. 1,27,500ની 150 બોરીની ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે કંપનીના મેનેજર હિતેશ પરસોત્તમ ગંગવાણીએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.ચોરીને અંજામ આપનારા ઇસમોએ કોઇ મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાની શંકાના પગલે આગળની તપાસ પોલીસે આદરી છે.