મુન્દ્રાના બારોઈની કંપનીના ખુલ્લા વાડામાંથી 2.70 લાખના લોખંડના નટની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ
copy image
મુંદરા તાલુકાના બારોઈની કંપનીના ખુલ્લા વાડામાંથી રૂા. 2.70 લાખની કિંમતના લોખંડના નટની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. રાત વચ્ચે બારોઈની ફેડ કંપનીના ખુલ્લા વાડામાં કંપનીના લોખંડના નટની ચાલીસ બેગ વજન 2000 કિલો જેની કિં. રૂા. 2,70,000ની કોઈ અજાણ્યા તસ્કર શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ પ્રાગપર પોલીસ મથકમાં સુરેન્દ્રભાઈ ગાલાએ દાખલ કરાવી છે. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ પી.એસ.આઈ પી.બી. ગઢવી ચલાવી રહ્યા છે.