ખોડિયારનગર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મોહંમદ નુરસિંહ મોહંમદ નસીમ આલમ નામના 19 વર્ષીય યુવાને સાંજે પોતાના રૂમ ઉપર હતો. મજૂરી કરનારા આ યુવાને પોતાના ઘરે પ્લાસ્ટિકનો પટ્ટો લોખંડના પાઇપમાં બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવન ટૂંકાવ્યું હતું. આ પરપ્રાંતીય યુવાને ક્યાં કારણોસર આવું પગલું ભર્યું હશે તે હજુ જાણી શકાયું નથી. શહેરના એ-ડિવિઝન પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.