મીઠીરોહરમાં GIDC માંથી ચોરાયેલી ખાંડ સાથે 1 શખ્સ ઝડપાયો

copy image

મીઠીરોહરમાં GIDના ગોડાઉનમાં નિકાસ માટે રાખેલો ખાંડનો રૂ.1.27 લાખનો જથ્થો ચોરી થયો હોવાની બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદ પછી LCBની ટીમે મળતી માહિતીના આધારે બોલેરોમાં લઇ જવાતા આ ચોરાઉ ખાંડના જથ્થા સાથે એક શખ્સને પકડી એક જ દિવસમાં આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

LCB PI એમ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, HRMM એગ્રો ઓવરસીસ પ્રા.લિ.કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેષભાઇ પરષોત્તમભાઇ ગંગવાણીએ ગત તા.22/11 થી તા.29/11 દરમિયાન તેમની મીઠીરોહર GIDC ગોદામમાં રાખેલો ખાંડનો જથ્થો ચોરી થયો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા પછી ચોરીને કરનાર આરોપીઓને પકડી ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન મળતી માહિતીના આધારે મીઠીરોહર પાસે જ વોચ ગોઠવી ખાંડનો જથ્થો લઇ જતા બોલેરો ચાલકને રોકી પુછપરછ કરતાં આધાર પુરાવા ન હોતાં ખારીરોહરના અલ્તાફ મામદ સોઢાની અટક કરી તેના પાસે બોલેરોમાં લોડ કરેલો રૂ.1,45,000 ની કિંમતની ડાયમંડ વ્હાઇટ ક્રીસ્ટલ કેન સુગરની 145 બોરી જપ્ત કરી તેની પાસેથી બોલેરો ગાડી, બે મોબાઇલ સહિત કુલ રૂ.3,05,000 નો મુદ્દામાલ કબજે કરી લઇ વધુ કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. જો કે હજુ પણ બે આરોપીઓ ખારી રોહરના કારા કેશર સોઢા અને રમજાન કકલ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. કામગીરીમાં PI જાડેજા સાથે PSI વી.આર.પટેલ અને એલસીબી ટીમ જોડાઇ હતી.