અંજારની શાળા નં. ૧૪માં મતદારો લાઈનમાં હતાં ને પોલિંગ સ્ટાફ જમવા બેસી જતાં આક્રોસ અને હોબડો

મળતી માહિતી મુજબ શાળા નંબર ૧૪ના રૂમ નંબર ૨ માં સખી મતદાન માથક રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ પોલિંગ સ્ટાફ મહિલાઓ જ હતી. જેમાં બપોરે અંદાજે ૧૨-૧૦ના અરસામાં મતદારો લાઈનમાં ઉભા હોવા છતાં તેમની પરવાહ કર્યા વગર ખુરશી આડી મૂકી તમામ સ્ટાફ એક સાથે જમવા બેસી ગયો હોવાની ઘટના બની. જેના કારણે લગભગ ૨૦ મિનીટ સુાધી લોકોને લાઈનમાં ઉભવું પડયું હતું અને મતદાનનો સમય ખોરવાયો હતો. લાઈનમાં ઉભા રહેલાં મતદારોએ આક્રોશ વ્યક્ત કરતાં થોડો હોબાળો પણ મચ્યો હતો.  જોકે આ બાબતની જાણ તંત્રને થતા તાત્કાલિક ચૂંટણી ઓબ્ઝર્વર શાળા નંબર ૧૪ ખાતે આવ્યા હતા અને મહિલા પોલિંગ સ્ટાફને તાત્કાલિક ફરજ પર ગોઠવી દીધા હતા. આ અંગે અંજારના ચૂંટણી અિધકારી મેહુલ દેસાઈએ તે કેન્દ્ર પર મતદાન શરૂ કરાવી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

જો કે, મતદાન કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ખાસ કરીને મહિલાઓ માટે સમયસર ભોજન મજબૂરી અને જરૂરિયાત છે જ. કચ્છના દૂરના વિસ્તારોમાં ચૂંટણી ફરજ માટે બુાધવારે સવારાથી મતદાન સામગ્રી લઈને સાંજ સુાધીમાં મતદાન કેન્દ્ર ઉપર પહોંચી ગયેલાં કર્મચારીઓ આરામ ન મળે તો કંઈ નહીં, ભોજનના હક્કદાર તો ખરાં જ.