ભુજ કુકમા માં મીઠા ભરેલા ટ્રેલર નો અકસ્માત સર્જાયો
ભુજ કુકમા માં મીઠા ભરેલા ટ્રેલર નો અકસ્માત સર્જાયો. ટ્રેલરના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો તો ભુજ અંજાર હાઈવે ઉપર કુકમા પાસે મીઠા ભરેલા ટ્રેલરને અકસ્માત નડ્યો હતો સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી બસ સ્ટેશન પાસે અંજાર તરફ જઈ રહેલા માર્ગ પર ટ્રેલરને અકસ્માત નડ્યો હતો આ ટ્રેલર અન્ય ભારે વાહન સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેના કારણે ટ્રેલરના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો આ અગાઉ માધાપરમાં પણ બે દિવસ પહેલા ઓવરલોડ મીઠા ભરેલા ટ્રેલરને અકસ્માત નડ્યો હતો જ્યારે માર્ગ સુરક્ષા મુદ્દે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે