અદાણી ફાઉન્ડેશન દ્વારા કમ્પ્યુટર સાક્ષરતા માટે ‘IT ઓન વ્હીલ્સની ઉમદા પહેલ

ગુજરાતમાં મુંદ્રા, હજીરા અને દહેજની 56 શાળાના 5500 થી વધુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણનો લાભ લઈ રહ્યાછે.

2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ

માનવ જાતે પોતાના સંપૂર્ણ ઇતિહાસમાં જેટલો વિકાસ કર્યો છે, એટલો જ કદાચ છેલ્લા 1500 થી 2૦૦૦ વર્ષમાં અને એનાથી કદાચ ડબલ છેલ્લા 15૦-2૦૦ વર્ષમાં કર્યો છે. નવી શોધો, નવુંજ્ઞાન, નવી દિશાઓ તરફ સંપૂર્ણ વિશ્વ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં જો સૌથીવધુ માનવ જીવન ઉપર અસર કરી હોય તો તે ટેકનોલોજીએ કરી છે. આજે પ્રત્યેક ક્ષેત્રમાં કમ્પ્યૂટરઅને ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો દબદબો જોવા મળે છે. ભારતમાં ડિજિટલ વિભાજન ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેવામાં અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સાક્ષર થાય તેવા ઉમદાહેતુથી અદાણી ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે.

દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.કમ્પ્યુટર એ બાળક પ્રાથમિક શાળાઓમાં જ શીખતા થાય તે ખુબ જ જરૂરી છે પણ વધૂ મહત્વનું એ છે કે સમગ્ર માનવજાત ટેકનોલોજીના સદુપયોગ માટે સંવેદનશીલ બને અને તેનો પાયો બાળપણથી જ નાંખવામાં આવે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવા IT ઓન વ્હીલ્સ નામની પહેલ ચાલી રહી છે. ગુજરાતમાં મુંદ્રા, હજીરા અને દહેજની 56 શાળાના 5500 થી વધુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત લેપટોપથી પ્રેક્ટીકલ શીખવાની તક દિવાસ્વપ્ન સમાન છે. જો કે IT ઓન વ્હીલ્સ થકી તેમને કમ્પ્યુટર શીખવાની ઉત્તમ તક સાંપડી રહી છે. જે ધીમે ધીમે શાળાના સ્ટાફ અને ગામ લોકો માટે સંતોષ અને ગૌરવની લાગણી થતી ગઈ. IT ઓન વ્હીલ્સની લોકપ્રિયતાને બિરદાવતા કચ્છ જિલ્લાની કમંઢપુર પ્રાથમિક શાળાના આચાર્ય પરેશ નાઈ જણાવે છે કે, “કમ્પ્યુટર શીખવાની ઝંખનાથી અમારી શાળાના વિદ્યાર્થીઓ IT ઓન વ્હીલ્સની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ઉત્થાન હેઠળ કમ્પ્યુટરનું પ્રેક્ટીકલ અને કૌશલ્યલક્ષી જ્ઞાન મેળવવાથી વિદ્યાર્થીઓ ભારતના ભાવિ નિર્માણમાં યોગદાન આપવાની તૈયારી કરી રહ્યા છે”.

આંખના પલકારામાં દુનિયાભરની માહિતી આપતા કમ્પ્યૂટર્સ સૌથી વિશ્વસનીય મશીન છે અને ઉત્થાન દ્વારા કમ્પ્યૂટરને સંલગ્ન એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની સમજને ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી જણાવે છે કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું એ હંમેશા અદાણી ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય રહ્યો છે. પ્રોજેક્ટ ઉત્થાન વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર સાક્ષરતાનો મજબૂત પાયો નાંખવાની દિશામાં મહત્વનું પગલું છે. IT ઓન વ્હીલ્સ જરૂરી સંસાધનો તેમજ સમર્પિત પ્રશિક્ષકો સાથે અગમ્ય લોકો સુધી પહોંચી રહ્યું છે

આ પ્રોજેક્ટમાં એક વાનમાં બે શિક્ષકો અને 40 લેપટોપ થકી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના પાઠ શીખવવામાં આવે છે. ૩ મહીના પછી ઉત્થાન અસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સમગ્રતયા મુલ્યાંકન કરવામાં આવે છે. અસેસમેન્ટ દ્વારા મળતા પરિણામો પરથી વિદ્યાર્થીઓમાં આવેલું પરિવર્તન ઉડીને આંખે વળગે છે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરને બેઝીક ઓપરેટ કરવામાં સક્ષમ થયા છે, તો ત્યારબાદ ધોરણ 8 સુધીના 89% વિદ્યાર્થીઓ ક્રમશ: MS Word અને MS Excel ઓપરેટ કરી ઈન્ટરનેટના ઉપયોગથી માહિતગાર થયા છે. કોમ્પ્યુટરનું પ્રાથમિક શિક્ષણ પણ જેમને પુરતુ નહોતુ મળી શકતુ એવા વિદ્યાર્થીઓ તેમાં રસ દાખવી પારંગત બની રહ્યા છે. કમ્પ્યુટરને કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એક સ્વર્ણિમ તક છે. ત્યારે જો બાળકો પ્રાથમિક શિક્ષણમાં જ રસ લઈને નવી સિદ્ધિ હાસંલ કરતા થાય તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જ જરૂરી છે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા એક શિસ્તબદ્ધ ટાઇમ ટેબલ, અભ્યાસક્રમ થકી બાળકોને થીયરી અને પ્રેક્ટીકલનું જ્ઞાન પીરસાઈ રહ્યું છે.