ગાંધીધામ ગળપાદર રોડ ઉપર કોંક્રિટ મિકચર ટ્રક સર્વિસ રોડ પર ખાબકી હતી

ગાંધીધામ ગળપાડર રોડ પર કોંક્રીટ મિક્ચર ટ્રક સર્વિસ રોડ પર ખાબકી હતી ગાંધીધામથી મુન્દ્રા ને જોડતો ગળપાદર નેશનલ હાઇવે પર નિયમને તોડી તેનો ભંગ કરી તેમજ બેફામ રીતના ગતિ સાથે દોડતી વાહન વ્યવહારની દિવસેને દિવસે સ્થિતિ જોખમી બની રહી છે જેમાં વહેલી સવારના ભાગમાં હાઇવે પર પુરપાટ જઈ રહેલ કોંક્રીટ મિક્ચર ટ્રક ચાલકની પોતાનો સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક રેલીંગ તોડી હાઇવે ઉપરથી સીધી સર્વિસ રોડ ઉપર ખાબકી હતી આ સમયે વાહનોની અવરજવર ન હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના અંગેની મળેલી વિગતો મુજબ અકસ્માતની ઘટના ગળપાદર હાઈવે પર બની હતી જેમાં પૂર ઝડપે જઈ રહેલી કોંક્રિટ મિક્ચર ના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક હાઈવે ની રેલિંગ તોડીને સર્વિસ રોડ ઉપર ખાબકી હતી પણ આ સર્વિસ રોડ પર સતત 24 કલાક વાહનો ની અવરજવર રહે છે જો આ અકસ્માતના સમયે કોઈ વાહન વ્યવહાર ચાલુ હોત તો ચોક્કસપણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત સામાન્ય રીતે કોઈને પણ ઇજા પહોંચી હોત તો આની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી આ ખરેખર જોવા જઈએ તો ગંભીર અકસ્માતની ઘટના છે ત્યારે આ બનાવમાં બેદરકારી દાખવનાર ચાલક સામે ગુનો નોંધાવો જરૂરી છે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે