સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ નું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારના ઇવીએમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ સ્ટ્રોંગ રૂમ ખાતે પેરા મિલિટરી ફોર્સના ચુસ્ત બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.