“સીનીયર સીટીઝનની દાદા-દાદી પાર્ક, ભુજ ખાતે મુલાકાત કરતા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ – ભુજ”
હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ- ભુજ તથા i/c પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ, કચ્છ – ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ, ભુજ વિભાગ નાઓએ પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃતી-કાર્યો કરવા અને પો.સ્ટે. વિસ્તારમા સીનીયર સીટીઝનની મુલાકાત લઈ તેઓને પડતી મુશ્કેલીઓ નિવારવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને ભુજ શહેર શી ટીમ ઇ.પ્રો.પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી યુ.ડી.ગોહિલ સાહેબ તથા એ.એસ.આઇ. શીતલબેન નાઈ તથા પો.હેડ.કોન્સ. ગાયત્રીબેન બારોટ તથા રમીલાબેન શાહુનાઓની ટીમ દ્વારા દાદા-દાદી પાર્ક ખાતે આગામી દિવાળી તહેવાર અનુસંધાને ભુજ શહેરમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકો અને પોલીસ વચ્ચેના સબંધ વધું ગાઢબને જે સારું “સિનિયર સિટીઝન દિવાળી સ્નેહ મિલન” નું ગઇકાલ તા.૨૭/૧૦/૨૦૨૪ ના આયોજન કરવામાં આવેલ.
આ સિનિયર સિટીઝન દિવાળી સ્નેહ મિલનમાં i/c પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દાદા-દાદી પાર્ક ખાતે સીનીયર સીટીઝનો સાથે મુલાકાત લઈ અને તેઓ સાથે રૂબરૂ ચર્ચા કરેલ અને કોઈપણ મદદની જરૂર હોય તો તે અંગે વાતચીત કરવા જણાવી અને યોગ્ય મદદ કરવા ખાત્રી આપવામા આવેલ હતી અને જે સીનીયર સીટીઝનો એકલા રહેતા હોય અને તેઓને તેઓની સલામતી કે સુરક્ષા બાબતે કોઈ સમસ્યા હોય તો સ્થાનીક પોલીસ સ્ટેશને જાણ કરવા સમજ કરવામા આવી જેથી તેઓના ઘર આસપાસ વધારાનુ પોલીસ પેટ્રોલીંગ રાખી શકાય. તેમજ સાયબર ક્રાઈમ શું છે. સાયબર ગઠીયાઓ દ્વારા ક્યા ક્યા પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે. સાયબર ક્રાઈમ થી બચવા માટે શું સાવધાની રાખવી. સાયબર ક્રાઈમનો બનાવ બને તો કઈ જગ્યાએ ફરીયાદ લખાવી. આ તમામ મુદ્દાઓની સમજણ પૂરી પાડવામાં આવેલ.