મેધપર કુંભારડી ગામેથી આઠ શખ્સોને ધાણી પાસાના જુગાર રમતા પોલીસ દ્રારા ઝડપી પડાયા કુલ 1,67,000નો મુદામાલ કબ્જે કરાયો

ગત રાત્રીનાં 1:30 વાગ્યાનાં અરસામાં અંજાર પોલીસ સ્ટેશનથી દક્ષિણ સાઇડમાં 7 કિલો મીટરનાં અંતરે મેધપર કુંભારડી ગામે પોલીસ દ્રારા છાપો મારીને 8 ખેલીઓને ધાણી પાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઉમર ઓસમાણ ગગડાનાં ખુલા આંગણામાં બહારથી જુગાર રમવા માટે ખેલીઓને બોલાવીને જાહેર ધાણી પાસા વડે રૂપિયા હાર-જીતની જુગાર રમતા લોકોને રૂ.65,630 તેમજ ધાણી પાસા નં 2 તથાપાટી નં 1 અને 3 વાહનો જેની કિંમત રૂ 70,000 તેમજ મોબાઈલ નં 9 કિંમત રૂ 31,500 પૂરા એમ કુલ 1,67,130 રૂપિયાના મુદામાલ સાથે આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મેન બે આરોપી નાસી છૂટયા હતા. જેમાં આરોપીમાં 1 દીનેશભાઈ કાનજીભાઈ(રહે આદિપુર), 2 કલ્પેશ ધનજીભાઈ વાઢિયાં(રહે આદિપુર), 3 કિર્તિભાઈ વિરમભાઇ દેવી પુજહ(રહે આદિપુર), 4 શંભુભાઈ મજાભાઈ ચાવડા(રહે અંતરજાળ), 5 નીલેશભાઈ જોષી(રહે મેધપર,કુંભારડી), 6 જયકિશન સોલારામભાઈ(રહે આદિપુર), 7 નીલેશ ભીખુભાઈ સોઢા(રહે આદિપુર), 8 નીલેશભાઈ નરેન્દ્રભાઈ સિંધી(રહે આદિપુર) આમ આઠ વ્યક્તિની ધડપકડ કરવામાં આવી છે. જ્યારે ઉપર ઓસમાણા ગગડા તેમજ આબીદ અલીમામદ બને રહે કુંભારડી વાળા માસી છૂટયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *