ગાંધીધામ શહેરમાં એક્સચેંજ નજીક બેધડક જુગારનો ખેલ ખેલતા આઠ શખ્સો ઝડપાયા

ગાંધીધામ શહેરમાં બી.એસ.એન.એલ.ની કચેરી નજીક જાહેરમાં જુગારનો ખેલ ખેલતા આઠ ખેલીઓને લઈ પોલીસે આ શકુનિશિષ્યો પાસેથી રૂ.80,740નો મુદામાલ જપ્ત કર્યો હતો. શહેરની બી- ડિવિઝન પોલીસે આજે બપોરે કેટલી કાર્યવાહીમાં દિગ્વિજયસિંહ દિલીપસિંહ જાડેજા, અકબર કાસમ પઠાણ, મનોજ સુરેશ પરમાર, રહિમ હાજી રાયમા,ઇબ્રાહીમશા જમનશા શેખ, સિદિક અલારખા કોરેજા,લધુ રતા ભરવાડ તથા દાના બાબુ સુથાર નામના શખ્સોની ધડપકડ કરવામાં આવી હતી. શહેરમાં આવેલી બી.એસ.એન.એલ,ની મુખ્ય કચેરી નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી પોતાનું નસીબ અજમાવતા આ જુગારીઓ પાસેથી રોકડા રૂ.12,640, 7 મોબાઈલ, બે રિક્ષા એમ કુલ રૂ.80,740નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગતબપોરે પાડેલા છાપને લઈને એક્સચેંજ પાસે લોકોના ટોળાં એક્ત્ર થયા હતા.